Home / WhatsApp Status In Gujarati / Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

 • હું સુફી જેવો બધાને કેમ ન લાગું તું જ બોલ  એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં
 • આંખને ખૂણે હજીયે ભેજ છે,  આ ગઝલ લખવાનું કારણ એ જ છે.
 • સુંદરતાના નામે કયામત કરી, નાખી કટારી રૂપી નજર ને.! વિના હથિયાર ઘાયલ કર્યા અમને..
 • વાસ્યા કમાડ તોય તે ઘરમાં ઘૂસી ગયા તારા વિચાર ઠેઠ જીવતરમાં ઘૂસી ગયા
 • તારી ગઝલ ની થોડીક છાલક માર,  મારા શબ્દો ને આજે આળસ ચડી છે..!!
 • ટેવાઈ ગયો છે હવે મોગરો, મધમાખીના આતંકથી ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નઝાકતથી
 • મોર ને તો નાનું છોકરું એ ચિતરે….  હોઈ હીમંત તો ટહુકો દોરી બતાવ…!!
 • મખમલી સપના ના કાટમાળ નીચે લાગણી દબાય છે* *વહી જાય તો આંસુ ને રહી જાય તો આંજણી કહેવાય છે
 • તે રડયા મહોબતમાં ફક્ત બે ચાર આંસુ…  અને અમે રડયા તો બેસી ઞયુ ચોમાસું…
 • કહું કેમ મુજને ગમો છો તમે… મુજને ગમો છો તમે…
 • અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો, દિલમાં દર્દ હતું તો પણ ચહેરો હસતો દેખાયો !
 • આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદાર, ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર
 • હું ખાલી બરફ નથી….  બરફની આગ પણ ધરાવું છું….  મળે જો લાગણી તો…  પીગળી ને પણ બતાવું છું….
 • અરે..  અજબ ને ગજબ નૉ  કિસ્સો છે…  દરેક તુટેલ દિલ …  શાયરી નો હિસ્સૉ છે…
 • ગમે એટલા ગ્રુપમાં રહો,પણ તમે છો એ જ રુપમાં રહો…
 • તારી તારીફ મેં શબ્દો માં કરી..♡ ને મારા શબ્દો ને મારી જ નજર લાગી ગઈ..♡
 • એક બાજી જીતવા…બાજી ઘણી હારી ગયો, ના મળે કિસ્મત વગર ,એ વાત, હું માની ગયો !!
 • તમે #ભૂતકાળ ની #દુખદ #યાદમાં..  અને  #ભવિષ્યની #ચિંતામાં ખોવાયેલ હોય,,  ત્યારે જે જતી રહે છે એ #જીંદગી…..!!
 • એકલતાનું જે ક્ષણે વાદળ છવાયું હોય છે…  એ સમયે તારી યાદ પ્રાણવાયુ હોય છે…!!!
 • સુરજ ઢળે છે એટલે તમારી યાદ આવે છે કે પછી ,  તમારી યાદ આવે છે એટલે સુરજ ઢળી જાય છે…!!!
 • કહું કેમ મુજને ગમો છો તમે …???
 • જ્યારથી આ ગભરુ આંખ હસી છે મનમાં સો સો વાત વસી છે.
 • દિલ મળતું નથી સોએ, બસોએ કે હજારે પણ સાવરી લે છે એ ફક્ત એક ઈશારે
 • માત્ર પડી છે સાથની, પરવા નથી મુકામની ચાલશો આપ સાથ તો સાથ મુકામ ચાલશે.
 • તમારી ને અમારી પ્રીત વચ્ચે એજ છે અંતર, અમારી આંખ ભીની છે, તમારી આંખ કોરી છે.
 • છવાઈ ગઈ હતી સંસાર પર સંવાદની સુરખી! તમે બેઠાં હતાં જુલ્ફો સંવારી! યાદ આવે છે.
 • શરદની ચાંદની રાતે સુકોમળ અંગુલી સ્પર્શે તમે છેડી હતી હળવે સિતારી ! યાદ આવે છે.
 • કલેજે ખેલતી ભમ્મર કટારી યાદ આવે છે હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી ! યાદ આવે છે.
 • જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે. એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
 • પ્રીતની દેખી ઓર જ રીત , હારે એની અંતે જીત !
 • અમારી ભક્તિ પણ એ છે,અમારી બંદગી એ છે અમારે મન મહોબ્બત એ ધરમ ઈમાન થઇ ગઈ છે.
 • એનું છે કામ દિલ્લગી, તારું છે કામ આશિકી જુલ્મ તરફ ન ધ્યાન દે , પ્રેમ થી તારું કામ કર.
 • મહોબ્બત બસ મહોબ્બતના વિચારે જીવતાં શીખો, તારી જશો એ તરણાને સહારે જીવતા શીખો.
 • આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને
 • મળતી રહે સહાય નશીલી નજરની તો, આટીઘુટી સફરની ઉકેલી જવાય છે.
 • મળે છે અહી હૂંફ હૈયાની કોને? મળે જેમને એ મહાભાગ્યશાળી
 • એને અમારે આજની ક્યાં ઓળખાણ છે ? બાંધી છે પ્રીત , જનમોજનમની પિછાણ છે.
 • જે અંધ ગણે છે પ્રેમ ને તે આ વાત નહિ સમજી જ શકે ; એક સાવ અજાણી આંખથી અથડાઈ જવામાં લિજ્જત છે !
 • દુઃખ પ્રીત નું જ્યાં ત્યાં ગાવું શું ? ડગલે પગલે પસ્તાવું શું ? એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.
 • ભાષા અમારી તો છે પરિભાષા પ્રેમની સમજી શકો તો વેદ, નહિ તો પુરાણ છે.
 • પ્રથમ દ્રષ્ટિ એ થઇ ગઈ પ્રીત એને માતબર રાખી અમે જીવન ફના કીધું,અને ક્ષણ ને અમર રાખી.
 • મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા વળી કોના થાકી તે પ્રીત પરબારી કરી લીધી.
 • કોઈનાથી અમે બે વાતો પ્યારી શું કરી લીધી ! જવાનીમાં મરણ ની પૂર્વ તૈયારી કરી લીધી.
 • નથી રહેતી પ્રણય વાતો કદી છાની નથી રહેતી હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાય જાય છે.
 • રૂપ થકી જો પ્રેમ મળે છે સોનામાં સુગંધ મળે છે.
 • આજ કમાલ એની નિગાહો કરી ગઈ આંખોમાં રસ હતો તે હદયમાં ભરી ગઈ
 • પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું , નાવ મોજાઓ અને તોફાન નાવિક હોય છે.
 • ખ્વાબની ખુશબો અજંપાનો અમલ ગામનો ગુલાલ ભાગ્યમાં જો નથી આરામ તો ખોટું શું છે.
 • નહિ તો સિતારા હોય નહી આટઆટલા કોઈ વિરાટ સ્વપ્ના ચુરા ત્યાં હશે।
 • કેમ ન લાગે વહાલું શમણું સ્નેહ જીવનનું સંભારણું છે।
 • અમે તો ગેબના ગાયક જમાવીને જ બેઠાતા અહી નહી તો હવાને જામતા બહુ વવાર લાગે છે
 • ક્યારેક ભલા શમે છે તોફાન ઉર્મિઓના ,એક ઊર્મિ ઉતરે છે તો લાખ ઉછળે છે.
 • જીવન મહી જગત છે , જીવન છે જગત મહી છુપા અનેક રંગ છે પ્રત્યેક રંગમાં
 • આભની જેમ વિસ્તાર્યો છું સતત અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply