Home / WhatsApp Status In Gujarati / Suvichar In Gujarati સુવિચાર

Suvichar In Gujarati સુવિચાર

 • ??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!??
 • કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,❣ થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,❣  પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, ❣  જે મોત ની સાથે પણ નથી મરતો,❣
 • અધીરો છે ઈશ્વર તમને બધું આપવા , પણ તમે ચમચી લઈને ઉભા છો દરિયો માંગવા….
 • સાંભળ્યું છે કે શોધવાથી ભગવાન પણ મળી જાય છે…!  પણ બદલાઈ ગયેલા માણસોને શોધવા કયાં જવું??? ?
 • સમય સૌથી બળવાન છે. કાલે જેના હવાઈ જહાજ ઉડતા હતા તેની પાસે આજે પાસપોર્ટ નથી.
 • માવતરન ને પ્રેમ આપવો. આનાથી વધુ આનંદિત પળો ક્યાય શોધી શકાઈ નથી.
 • જીવન માં સારા પળો ને સાચવી રાખવા અને ખરબ સમય માંથી બોધપાઠ શીખવો.
 • મન માં રાખી ને જીવશો તો, મન ભરી ને જીવી નહિ શકો !!
 • જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે  બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.
 • “સબંધ” અને “સંપતી”,.  મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.
 • હેતુ વિના  બંધાયેલા સંબંધો નો  સેતુ  મજબૂત જ હોય છે..!!⁠⁠⁠⁠
 • બધું જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો. કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી..પણ સ્વીકારી લેવાની હોય છે……
 • સુખી થવું એ કોઈ અઘરી વાત નથી બીજા કરતાં વધારે સુખી થવુંએ મુશ્કેલ છે
 • અંધકારે રોશની એણે કરી  રોશનીમાં દિલ્લગી એણે કરી  એક અફવાનો લઈને આશરો  ઝેર આખી જિંદગી એણે કરી
 • આ જીવન તો જરૂર કોઈની દુવા છે નહીતો શ્વાસમાં તો ફક્ત હવા જ છે.
 • જીવનનું ગણિત ઉધું છે વર્તમાન ને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે.
 • જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે. અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે.
 • ટીકા કરવી સહેલી છે,પણ ટેકો કરવો બહુ અઘરો છે…
 • આમ માણસ એટલો ઉંડો,કે ડૂબો તો પણ ના મળે.ને આમ જરાક અપેક્ષા રાખો,તો તરત જ એનું તળિયું મળે.
 • સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે,પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે….?
 • મનુષ્ચ સ્વભાવ જે, ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત “ખાસ”,પણ બીજાની વાત “ટાઇમ-પાસ” લાગે છે.
 • જિંદગી કહે મને એટલી માણો જિંદગી કે ,જે દિવસે મોત સામે આવે તો એને લાગે કે સાલુ જિંદગી તો મારે પણ એક વાર જીવવી જ જોઇએ….
 • અજીબ સોદાગર છે આ સમય , જવાની ની લાલચ આપી ને બાળપણ લઇ લીધું।
 • અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.
 • રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!
 • હસતા રહો। …. અને આમ જ બધા ના મન માં વસતા રહો.
 • કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધારે હોઈ છે
 • ૫ રૂપિયાની નોટ જેવી થઈ ગઈ છે જીંદગી,  ચાલે તો છે પણ ફાટેલી હાલતમાં .
 • તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.
 • જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.
 • દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી.
 • હીરા મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ સુંદરતા અર્પે.સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.

Check Also

Gujarati Suvichar

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

હું સુફી જેવો બધાને કેમ ન લાગું તું જ બોલ  એક તારા સ્પર્શથી તબદીલ છું …

Leave a Reply